Saturday, November 27, 2021

Free Nature Trail with LORIS - Supported by The Serenity Trust.

Environment Awarness Program in Gujarat by LORIS

Free for School Students Day Trail by LORIS

 

Bird watching, Butterfly, Tree walk, Nature film


પ્રતિ,
આચાર્ય શ્રી 



નેચર ટ્રેલનું આયોજન વિદ્યાર્થીઓ માટે જાગૃત લાવવાનો એક નમ્ર પ્રયાસ છે. આ દરેક નેચર ટ્રેલ માં પક્ષી નિરીક્ષણ, વૃક્ષોની ઓળખ, પતંગિયાની ઓળખ અને એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે. ફિલ્ડ દરમ્યાન જૂથ ચર્ચા કરવાનું આયોજન કરવામાં આવશે.. આ આયોજન  સંપૂર્ણ રીતે ધ સેરેનિટિ ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલ નેચર ટ્રેલના નિયમો અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા જાહેર કરેલ દિશા નિર્દેશો મુજબ કરવા પ્રયત્ન કરવામાં આવશે.. જરૂર પડે નિષ્ણાતને પણ આમંત્રણ આપવામાં આવશે. જેનો હેતુ કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે લોકો સંવેદન થાય અને જાગૃતા આવે. આ નેચર ટ્રેલનું આયોજન સેરેનિટિ લાયબ્રેરી અને બોટાનીકલ ગાર્ડન, ભાટ, અમદાવાદ એરપોર્ટ રોડ, ગાંધીનગર કરવામાં આવેલ છે. 

રજીસ્ટ્રેશન અને સૂચનો
1) નેચર ટ્રેલ નો સમય 08.00 થી 02.00 રહેશે.
2) નેચર ટ્રેલમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ એ અગાઉથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. કન્ફર્મેશન વગર નેચર ટ્રેલમાં ભાગ લેવો શક્ય નથી. માહિતી અને રજીસ્ટ્રેશન માટે વોટ્સેપ: 94293 66952.
3) *દરેક ગ્રુપની સાઈઝ 10 થી 12 ની રહેશે.*
4) આપ કોઈ આપના ગ્રુપ લઈને આવતા ઇચ્છતા હોય તો તેની નિયત કરેલ સંખ્યા થવાથી રજીસ્ટ્રેશન / કન્ફોર્મેશન કરાવવાનું રહેશે.
5) કન્ફોર્મેશન તારીખ અને સમયની ઉપલબ્ધ્ધતા પર રહેશે.   
6) મુલાકાતીઓએ પોતાનો ખોરાક અને નાસ્તો સાથે લાવવાનો રહેશે અને તે માટે નિયત કરેલ જગ્યાનો જ ઉપયોગ કરવાનો રહેશે. 
7) કોઈ પણ જાતનો કચરો કરવો નહિ કે પ્લાસ્ટિકનો કચરો અહીં પ્રતિબંધ છે.
8) નેચર ટ્રેલમાં સામાન્ય રીતે પક્ષી નિરીક્ષણ, વૃક્ષો અને ઔષધિ વનસ્પતિ ઓળખ, પતંગિયાની ઓળખ, જંગલ ટ્રેક, નેચર ફિલ્મ, જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવશે.
9) મુલાકાતીઓએ નોટ પેન, પાણીની બોટલ, ટોપી, આછા રંગના કપડાં અને બુટ પહેરીને આવવાનું રહેશે. બાયનોક્યુલર, કેમેરા   દૂરબીન બાબતે સંચાલકો જવાબદાર રહેશે નહીં.
10) કોઈ પણ મુલાકાતીઓને તાવ, શરદી કે માથું દુખવા જેવી પરિસ્થિતિમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
11) ધ સેરેનિટિ અને ગુજરાત સરકારના દ્વારા જાહેર કરેલ દિશા નિર્દેશો નું પાલન ચુસ્ત પણે કરવાનું રહેશે. જેમ કે મોં પર માસ્ક ખુબજ જરૂરી છે, પ્રવૃત્તિ દરમ્યાન સામાજિક દૂરી બનાવી રાખવાની રહેશે.  
12) આ કોઈ પિકનીકનો કાર્યક્રમ નથી. નેચર ટ્રેલ કાર્યક્રમ દરમ્યાન કોઈ પણ આઉટ ડોર  કે ઇન્ડોર રમતો રમવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ કાર્યક્રમ પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા લાવવા માટેની પ્રવૃત્તિ છે. 
13) *આ નેચર ટ્રેલ તદ્દન ફ્રી છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.*
14) નેચર ટ્રેલ દરમ્યાન શિસ્ત જરૂરી છે.  

વહેલાં તે પહેલા નાં નિયમ મુજબ આપ આપની તારીખ નક્કી કરી કન્ફર્મેશન કરાવશો. 

આ નેચર ટ્રેલનું અમલીકરણ *LORIS ASSOCIATES*  કરવામાં આવેલ છે.

માહિતી અને રજીસ્ટ્રેશન માટે મનિષ વૈદ્ય - 94293 66952 / 8401 676763.


 
  






No comments:

Post a Comment